ઉનાળામાં ઠંડુ દહીં ખાવાની મજા અનેરી છે, પણ રાત્રે ખાવાથી ઘણા ડરે છે.
દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
જો તમને રાત્રે દહીં ખાવું ગમતું હોય તો તેને હૂંફાળું કરીને ખાઓ, તેની ઠંડી અસર ઓછી થશે.
તમે દહીંમાં શેકેલું જીરું અને હિંગ ભેળવીને પણ ખાઈ શકો છો, તેનાથી નુકસાન નહીં થાય.
જો તમને પહેલાથી જ શરદી અને ખાંસી હોય તો રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ.
દહીંમાં રહેલા વિટામિન્સ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી-ખાંસી સામે લડવામાં મદદ કરે છે.
દહીં કેલ્શિયમનો સારો સ્ત્રોત હોવાથી હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે.