ફરાળી હાંડવો બનાવવાની સરળ રીત, જાણો રેસીપી  

શ્રાવણ માસમાં ઉપવાસનું ઘણું મહત્વ છે. વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. ફળ, દૂધ અને ફરાળી પદાર્થ જ ખાઇ શકાય છે. 

તો આવો જાણીએ ફરાળી હાંડવો બનાવવાની સરળ રીત. મોરૈયા માંથી બનતો ફરાળી હાંડવો સાત્વિક અને સ્વાદથી ભરપૂર છે. ફરાળી હાંડવો બનાવવો ખૂબ જ સરળ છે.  

સામગ્રી 1/2 કપ મોરૈયો અથવા સમા લોટ, 1/4 કપ બિયાં સાથેનો લોટ, 1 ચમચી સાબુદાણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી સમારેલી કોથમીર,2 ચમચી છીણેલું આદુ, 1 લીલું મરચું, 2 ચમચી ખાટું દહીં, 1/2 ટીસ્પૂન શેકેલું જીરું 1/4 ટીસ્પૂન કાળા મરી, 1/2 ટીસ્પૂન ઈનો અથવા ફ્રુટ સોલ્ટ  

વઘાર માટે સામગ્રી 1 ચમચી ઘી, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન તલ, થોડા મીઠા લીમડાના પાન,થોડા લીલા મરચા 

ફરાળી હાંડવો રેસીપી એક બાઉલમાં બધા લોટ મિક્ષ કરો, એમાં સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચુંની પેસ્ટ, ખાટા દહીં ઉમેરો! હવે પાણી ઉમેરો અને સારી રીતે મિક્ષ કરો. તેને 30 મિનિટ માટે રેસ્ટ આપો  

ફરાળી હાંડવો રેસીપી હવે અડધું બેટર લો અને તેમાં શેકેલું જીરું, કાળા મરી અને પાણી ઉમેરો! હવે સારી રીતે ભેળવી દો