ખાલી પેટે લસણનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરની અનેક બીમારીઓને દૂર કરે છે 

લસણમાં વિટામિન-બી, પોટેશિયમ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ અને વિટામિન-સી જેવા પોષક તત્વો મળી આવે છે, 

જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લસણનું પાણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.   

તેમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ પીવાથી તમે જલ્દી બીમાર નથી પડતા 

લસણમાં જોવા મળતા ગુણો પાચનતંત્રને સુધારે છે. સાથે જ તે કબજિયાત, અપચો અને ગેસની સમસ્યાને પણ દૂર કરે છે. સવારે ખાલી પેટ લસણનું પાણી પીવાથી વજન ઓછું થાય છે. 

તેમાં રહેલા કમ્પાઉન્ડ્સ મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે, જેનાથી પેટમાં જમા થતી ચરબી ઝડપથી ઓછી થાય છે. લસણનું પાણી હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે