કોઈ શારીરિક મહેનત વિના શ્વાસ લેવામાં તકલીફ એ ફેફસાંની સમસ્યાનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. 

ડાયેટ કે કસરત વિના વજનનો ઝડપી ઘટાડો ચિંતાજનક સંકેત છે. 

અવાજનો ભારે કે કર્કશ થઈ જવું પણ ફેફસાંના કેન્સરથી જોડાયેલો લક્ષણ હોઈ શકે છે. 

સતત થાક અને ઊર્જાનો અભાવ કેન્સરની ચેતવણી હોઈ શકે છે. 

3 અઠવાડિયાથી વધુ સમય રહેલી ખાંસી અથવા લોહીવાળો કફ ગંભીર ચિંતાનો વિષય છે. 

ફેફસાંની કાર્યક્ષમતા ઘટે છે તો ઓક્સિજનની કમીથી ઉધરસ અને ચેપ વધી શકે છે. 

જો આ લક્ષણો જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે.