સવારે ખાલી પેટે ચા પીવો છો? તો… સાવધાન!  

સવારે ખાલી પેટે ચા પીવાથી શરીરના કોર્ટિસોલ લેવલને નુકસાન થાય છે. આજે અમે તમને એવા ફેક્ટ્સ જણાવીશું જે વાંચ્યા પછી તમે ખાલી પેટે ચા પીતા પહેલાં સો વાર વિચાર કરશો  

પેટમાં બળતરા- ખાલી પેટે ચા પીવાથી પેટમાં બળતરા થાય. જેનાથી બેચેની, પેટ ફુલવું, ઉબકા આવવા વગેરે સમસ્યાઓ થાય છે.  

ડિહાઇડ્રેશન- ચા મૂત્રવર્ધક પદાર્થ છે, તેથી તે ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. સવારે ઉઠો ત્યારે પાણી ન પીધું હોવાથી શરીર જલ્દી ડિહાઇડ્રેટ થઈ જાય છે.  

ઝટપટ વજન ઘટાડવા માટે બેસ્ટ છે આ ફૂડ  

ઉનાળામાં ઠંડા પાણીથી નવાય કે?  

પોષક તત્વોના શોષણમાં ઘટાડો- ચામાં ટેનીન હોય છે, જે આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજોના શોષણમાં અવરોધ પેદા કરે છે. એટલા માટે સવારે ઉઠીને પહેલા ચા પીવાનું ટાળવું.