વિકેન્ડ પર રેસ્ટોરન્ટમાં ન જાઓ, ઘરેજ બનાવો ઓછી મહેનતે ટેસ્ટી વેજ મંચુરિયન, જાણો ખાસ રેસીપી 

ચાઈનીઝ ખાવાના શોખીનો અવનવી ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરે છે, પરંતુ તમારે બાહર જવાની જરૂર નથી ઘરેજ રેસ્ટોરન્ટને ટક્કર મારે એવા મંચુરિયન ઘરે બનાવી શકો છો. 

સામગ્રી 1 કપ સમારેલ કોબીજ, 1/2 કપ સમારેલ ગાજર, 3 સમારેલ ડુંગળી, 3 મોટા સમારેલ કેપ્સિકમ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, 1/2 કપ મેંદો,ચપટી આજીનો મોટો, ચપટી મરી પાઉડર અને 1/4 કોર્નફલાર, 

વઘાર 2 મોટી સમારેલ ડુંગળી, 2 સમારેલ કેપ્સિકમ, 1 ચમચી ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, બનાવેલ તૈયાર મંચુરિયન  

મંચુરિયન રેસીપી સૌ પ્રથમ એક મોટા પાત્રમાં સમારેલ કોબીજ, સમારેલ ગાજર, સમારેલ ડુંગળી, સમારેલ કેપ્સિકમ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો 

મંચુરિયન રેસીપી હવે તેમાં મેંદો,ચપટી આજીનો મોટો, ચપટી મરી પાઉડર અને થોડો કોર્નફલાર નાખો. બધું સારી રીત મિક્ષ કરો અને તેના નાના બોલ બનાવો. 

મંચુરિયન રેસીપી હવે એક મોટા પેનમાં તેલ ગરમ કરો, તેમાં બધા મંચુરિયન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.