સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સેફ્ટીમાં ધાંધિયા, 8 વખત નોટિસ આપી છતાં કોઈ જ પગલા નહીં

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ ગુજરાતભરમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરવામાં આવી છે. 

જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં બહાર આવ્યુ છે કે સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફ્ટી નથી. 

જૂનાગઢમાં કેટલી હદે સરકારી તંત્રમાં લોલમલોલ છે.તેનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે 

ફાયર વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલને એક નહીં પરંતુ 8 વાર નોટિસ અપાઈ છે. છતાં હજુ સરકારી પ્રક્રિયાઓમાં ફાયર એનઓસી નથી આવી શકી. 

બીજી તરફ રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે તંત્રએ રાજ્યમાં આવેલા ગેમ ઝોન જ નહીં પણ દરેક સ્થળ પર ફાયર એનઓસી માટે તવાઈ બોલાવામાં આવી છે.