આજે રાત્રે ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાતી વાવાઝોડું

બંગાળની ખાડીમાં બનેલું નીચું દબાણ એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી ગયું છે અને ઝડપથી દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેના તાજેતરના બુલેટિનમાં ચેતવણી જારી કરી છે, જેમાં જણાવાયું છે કે ગુરુવાર મોડી રાત (2 ઓક્ટોબર) સુધીમાં વાવાઝોડું ઓડિશા અને નજીકના આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.  

આ સમયગાળા દરમિયાન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.  

આજના દિવસે ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.