ચણાનો લોટ ત્વચાની સંભાળનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આની મદદથી ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે.  

ચણાનો લોટ ત્વચાને નિખારવામાં મદદ કરે છે. તેનાથી પણ ગરદન પરના ગાળા ડાઘથી છુટકારો મળી શકે છે.  

જો તમારી ગરદન કાળી છે તો તમે ચણાના લોટમાં લીંબુનો રસ મિક્સ કરી શકો છો.  

આ માટે ચણાના લોટમાં અડધા લીંબુનો રસ નીચોવી લો. હવે આ પેસ્ટને તમારી ગરદન પર 15 20 મિનિટ માટે લગાવો.  

તમે ચણાના લોટની સાથે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. આનાથી ગરદન પરના કાળા ડાઘ ઓછો કરી શકાય છે.  

તેના માટે ચણાનો લોટ અને દહીં મિક્સ કરીને ગળા પર લગાવો.

તમે ગરદનના કાળા ડાઘને ઓછો કરવા માટે ચણાનો લોટ અને ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો.