રક્ષાબંધન પહેલા સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે.
એવો અંદાજ છે કે જુલાઈ-ડિસેમ્બર 2025 ના સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે.
આ સાથે તે હવે વર્તમાન 55 ટકાથી વધીને 58 ટકા થઈ શકે છે.
સામાન્ય રીતે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે, જેની સત્તાવાર જાહેરાત પછીથી કરવામાં આવે છે.
સરકારી કર્મચારીઓને DA આપવામાં આવે છે, જ્યારે DR (મોંઘવારી રાહત) પેન્શનરોને આપવામાં આવે છે.