CBSE એ CTET 2026 પરીક્ષાની તારીખો જાહેર કરી છે.

આ પરીક્ષા 8 ફેબ્રુઆરી, 2026 ના રોજ દેશના 132 શહેરોમાં યોજાશે અને અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

:શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. 

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET 2026) ની તારીખની સત્તાવાર જાહેરાત કરી છે.  

આ પરીક્ષામાં બેસવા માંગતા ઉમેદવારો ટૂંક સમયમાં CBSE વેબસાઇટ, ctet.nic.in ની મુલાકાત લઈને અરજી કરી શકશે.