BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો

BSNL એ પણ ખાનગી કંપનીઓની જેમ યુઝર્સને ઝટકા આપવાનું શરૂ કરી દીધું છે. સરકારી ટેલિકોમ કંપનીએ પોતાનો એક પ્લાન મોંઘો કર્યો છે.  

100 રૂપિયાથી ઓછા ભાવે આવતા આ પ્લાનમાં યુઝર્સને હવે પહેલા કરતા ઓછી વેલિડિટી મળશે. 

તાજેતરમાં, કંપનીએ તેના 197 રૂપિયાના પ્લાનની વેલિડિટી પણ 16 દિવસ ઘટાડી હતી.  

ભારત સંચાર નિગમ લિમિટેડના આ બેઝિક પ્લાનમાં વપરાશકર્તાઓને SMSનો લાભ મળશે નહીં.