ભાજપે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા પ્રભારી-સહપ્રભારીની જાહેરાત કરી છે. 

દર્શના જરદોશને દિલ્હી ભાજપના સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.

વર્ષાબેન દોશીને દીવ, દાદરા અને નગર હવેલીના ભાજપ પ્રભારી બનાવાયા છે. 

રોહન ગુપ્તાને બિહાર અને જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહપ્રભારી બનાવાયા છે.

ગુજરાત ભાજપ માટે અજય મહાવર અને ગોમતી સાંઈને સહપ્રભારી બનાવાયા છે.