ગુજરાતમાં સરકારી નોકરીઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આજે (જુલાઈ 30) બે મહત્વપૂર્ણ અપડેટ્સ આવ્યા છે.
LRD final answer key 2025: ગુજરાતમાં સરકારી ભરતીને લઈને આજે, જુલાઈ 30, બે મોટા સમાચાર સામે આવ્યા છે.
લોકરક્ષક દળ (LRD) ની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે.
આ પરીક્ષા જૂન 15, 2025 ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ આપી હતી. આ અગાઉ, જૂન 20, 2025 ના રોજ પ્રોવિઝનલ આન્સર કી રિલીઝ થઈ હતી
તે જ સમયે, લાયસન્સિંગ બોર્ડ, ગાંધીનગર દ્વારા મે 2, 2025 થી મે 15, 2025 દરમિયાન લેવાયેલી ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાના પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે