આઇફોન પર કોલ રેકોર્ડ કરવા માટે Truecallerને કોલમાં એક ખાસ રેકોર્ડિંગ લાઇન મર્જ કરવી પડતી હતી

Truecallerએ આઇફોન યુઝર્સ માટે એક મોટી જાહેરાત કરી છે કે એપ્લિકેશનમાં કોલ રેકોર્ડિંગ ફીચર 30 સપ્ટેમ્બર 2025થી કામ કરવાનું બંધ કરી દેશે. 

આ પાછળનું કારણ એપલ દ્વારા iOS ના નવા વર્ઝનમાં રજૂ કરાયેલ ઇન-બિલ્ટ કોલ રેકોર્ડિંગ સુવિધા છે,  

જેને હવે થર્ડ-પાર્ટી એપ્લિકેશન્સની જરૂર નથી. 

આ કારણોસર ટ્રુકોલર હવે Live Caller ID અને સ્પામ કોલ બ્લોકિંગ જેવા તેના અન્ય ફીચર્સને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.