દરેક બેંકોમાં મિનિમમ બેલેન્સ ન રાખવાને લઈ અલગ-અલગ પ્રકારના ચાર્જ લેવામાં આવતા હોય છે.

ત્યારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકે તેના ગ્રાહકો માટે લઘુત્તમ સરેરાશ બેલેન્સ (MAB) દંડ માફ કરી દીધો છે. 

બુધવારે જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં, ઓવરસીઝ બેંકે જણાવ્યું હતું કે હવેથી, બચત ખાતાઓમાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.  

બેંકે પહેલાથી જ કેટલીક યોજનાઓ માટે લઘુત્તમ બેલેન્સ ચાર્જ માફ કરી દીધા છે. આ માફી હવે અન્ય તમામ યોજનાઓમાં લંબાવવામાં આવી છે, જેનો એકમાત્ર હેતુ ખાતાધારકોને રાહત આપવાનો છે. 

અગાઉના નિયમો 30 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. આનો અર્થ એ છે કે બેંક ત્યાં સુધી સમાન ફી વસૂલવાનું ચાલુ રાખશે.