ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ રિક્ષાચાલક ભાવેશ વિસાણીનું સારવાર દરમિયાન મોત થયું છે.
પોલીસ તપાસમાં બે મિત્રો પર ભાવેશને ઝેરી દારૂ પીવડાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ઝેરી દારૂના આ કેસમાં તપાસ માટે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું અને વિસેરા તપાસ માટે મોકલાયું.
ભાવનગરના લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થતાં કુલ મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે.
મુખ્ય સૂત્રધાર સહિત 40 આરોપીઓ જેલમાં છે અને ફરજમાં બેદરકારી બદલ 7 પોલીસકર્મીઓ સસ્પેન્ડ થયા છે.