સવારે ભૂખ્યા પેટે પલાળેલા ચણા ખાવાના ફાયદા 

ચણા ચણામાં પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે, તેમાં આયરન, કેલ્શિયમ, મેગ્નીશિયમ, ફૉસ્ફરસ, ઝિંક, કોપર, સોડિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે. 

ચણાનું સેવન આમ તો કોઈપણ રીતે ચણાનું સેવન કરવું હેલ્ધી હોય છે, પરંતુ તેને આખી રાત પલાળીને સવારે ખાલી પેટે ખાવાથી વધુ ફાયદો મળે છે

પલાળેલા ચણા ખાવાના ફાયદા સવારે ભૂખ્યા પેટે પલાળેલા ચણા ખાવાથી શરીરને શું-શું ફાયદાઓ થાય છે. આજે અમે તેના વિશે જણાવીશું.  

પાચન સ્વસ્થ રાખે ફાઈબરના ગુણોથી ભરપૂર પલાળેલા ચણાનું નિયમિત સેવન કરવાથી પાચન સંબંધીત સમસ્યા જેમ કે, એસિડિટી, ખાટા ઓડકાર વગેરેથી રાહત મળે છે 

શરીરને એનર્જેટિક રાખે શરીર માટે પ્રોટીન ખુબ જરૂરી હોય છે. તે બોડીને એનર્જેટિક રાખે છે અને કોશિકાઓને હેલ્ધી બનાવે છે. પ્રોટીનની આપૂર્તિ માટે પલાળેલા ચણાનું સેવન કરી શકો છો. 

વજન ઘટાડવામાં સહાયક સવારે પલાળેલા ચણા ખાવાથી પાચન સારૂ રહે છે, અને તેનાથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી.