Fake Banking App: ભારતમાં ડિજિટલ બેંકિંગના વધતા ઉપયોગ સાથે, નકલી બેંકિંગ એપ્લિકેશનોનો ખતરો પણ ઝડપથી વધ્યો છે.
તાજેતરમાં, કેરળના એક વ્યક્તિ સાથે આવી જ ઘટના બની હતી જેમાં તેણે તેના મોબાઇલ પર મળેલા મેસેજ મુજબ બેંકિંગ એપ્લિકેશન અપડેટ કરી હતી
થોડી જ વારમાં તેના પ્રોવિડન્ટ ફંડ ખાતામાંથી 4 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. આ મેસેજ એકદમ સાચો લાગ્યો હતો અને તે વ્યક્તિ માનતો હતો કે તે તેની બેંકમાંથી છે.
એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોગિન વિગતો દાખલ કરતાની સાથે જ, બેન્ક અકાઉન્ટ સાફ થઇ ગયું.
એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, આ એપ્સ SMS વાંચી શકે છે, OTP ચોરી શકે છે અને લોગિન વિગતો મેળવી શકે છે. સ્ક્રીન શેરિંગ ટૂલ દ્વારા, તે ફોનનો કંટ્રોલ લઇ શકે છે.