દિવાળીના અવસરે અયોધ્યામાં 10મા દીપોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો.
સરયુ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર 30 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા.
રામ કી પૈડી સહિતના ઘાટ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઊઠ્યા અને અયોધ્યામાં ઉત્સવનો માહોલ છવાયો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 7 નવેમ્બરે અયોધ્યામાં દીપોત્સવમાં હાજરી આપી.
મુખ્યમંત્રીએ અયોધ્યાના બદલાયેલા સ્વરૂપ અને રામનગરીની સાંસ્કૃતિક ઓળખ વિશે સંબોધન કર્યું.