ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસશે.

અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. 

આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. 

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 

હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે.