મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલ ડેરીએ દૂધના વિવિધ વેરિઅન્ટના ભાવમાં વધારો કર્યો છે.

અમૂલ ગોલ્ડ, શક્તિ અને તાઝાના પ્રતિ લીટરના ભાવમાં ₹2 સુધીનો વધારો ઝીંકાયો છે. 

કંપનીના જણાવ્યા અનુસાર, પશુ આહાર અને ઓપરેશનલ કોસ્ટ વધવાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે.  

દૂધના ભાવ વધતાની સાથે જ સામાન્ય સામાન્ય પરિવારના માસિક બજેટ પર સીધી અસર પડશે.

અમૂલ બાદ હવે અન્ય લોકલ ડેરીઓ પણ દૂધ અને દહીંના ભાવમાં વધારો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.