આમળામાં વિટામિન C, A, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબરના ગુણો છે.
આમળા ત્વચા, વાળ, રોગપ્રતિકારક શક્તિ અને ડાયાબિટીસ માટે સારું છે.
આ સિવાય તે પેટની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે.
જો કોઈ વ્યક્તિએ તાજેતરમાં કોઈ સર્જરી કરાવી હોય તો તેણે આમળાનું સેવન ન કરવું જોઈએ.
તેના સેવનથી રક્તસ્રાવનું જોખમ વધી જાય છે.
જો કોઈ વ્યક્તિને બ્લડ ડિસઓર્ડર હોય તો તેણે આમળા ન ખાવા જોઈએ. તેનું સેવન કરવાથી સમસ્યા વધી શકે છે.
આમળાનું સેવન હાઈ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે પરંતુ તેનું વધુ સેવન ન કરવું જોઈએ.