આલિયા ભટ્ટે તેના હેન્ડસમ પતિ રણબીર કપૂર સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
જેમાં બંને એકબીજાની બાહોમાં પોઝ આપતા જોવા મળ્યા હતા.
આલિયા ભટ્ટે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગની તસવીરો શેર કરી છે.
તસવીરોમાં તે તેના પતિ રણબીરનો હાથ પકડીને ચાલતી જોવા મળી હતી.
ક્રૂઝ પાર્ટીની આ તસવીરોમાં આલિયા ભટ્ટ ઓફ-શોલ્ડર ગાઉનમાં જોવા મળી રહી છે
જ્યારે રણબીર કપૂર લાલ બ્લેઝર અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો.
તસવીરોમાં કપલની કેમિસ્ટ્રી જોઇ ફેન્સ ખુશ થયા છે.