કાન્સમાં એશ્વર્યાનો કાતિલ અંદાજ

કાન્સ ફેસ્ટિવલ શરૂ થયો ત્યારથી જ ફેન્સ રેડ કાર્પેટ પર ઐશ્વર્યાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા

હવે હસીનાએ ફિલ્મ ‘મેગાલોપોલિસ’ના પ્રીમિયરમાં પહોંચીને પોતાની કિલર સ્ટાઈલથી ફેન્સના હોશ ઉડાડી દીધાં છે

બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં પહેલીવાર ઐશ્વર્યાએ ફ્રેન્ચ રિવેરા પહોંચતા જ ફેન્સનું દિલ જીતી લીધુ હતું ગોલ્ડન ફૂલોથી સજેલા આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

દર વર્ષની જેમ આ વખતે પણ હસીનાની આ સ્ટાઈલ બધાને પસંદ આવી છે અને હવે તેના લુકની ચર્ચા થઈ રહી છે આ માટે તેણે ડિઝાઇનર ફાલ્ગુની શેન પીકોકનું ગાઉન પસંદ કર્યું. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી

ઐશ્વર્યાનું આ ગાઉન બ્લેક, વ્હાઇટ અને ગોલ્ડન એમ ત્રણ રંગોથી બનેલું હતું તેના પરના ગોલ્ડન 3D ફૂલો આ સમગ્ર લુકમાં ચારચાંદ લગાવી રહ્યા હતાં

ઐશ્વર્યાએ પોતાના આ લુકમાં જ્વેલરી સાથે કંઈપણ ઓવર ધ ટૉપ કરવાની કોશિસ નહતી કરી. તેણે ફક્ત ગોલ્ડન હૂપ્સ પહેર્યા હતાં

તેમજ, તેણે હાફ પાર્ટીશન કરીને તેના વાળ પિન કરીને ઓપન રાખ્યા હતાં