દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે વાયુ પ્રદૂષણ ઝડપથી વધે છે  

વાયુ પ્રદૂષણ આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.  

આવી સ્થિતિમાં બગડતી પરિસ્થિતિમાં પોતાને સ્વસ્થ રાખવા માટે તમારા ફેફસાંને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમે તમારા ડાયટમાં કેટલાક ફૂડ્સને સામેલ કરીને તમારા ફેફસાંને ઝેરી હવાથી બચાવી શકો છો.  

બીટમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન સી અને કારટેનોઈડ હોય છે. જે ફેફસામાં હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેનાથી શરીરમાં ઓક્સિજન વધે છે.  

તમામ પ્રકારના કેપ્સિકમ વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. એન્ટિઓક્સિડન્ટ્સ પ્રદૂષણથી થતા નુકસાનને ઘટાડે છે.  

કોળુ કેરોટીનોઇડ્સથી સમૃદ્ધ છે, જેમાં બીટા કેરોટીન, લ્યુટીન અને ઝેક્સેન્થિનનો સમાવેશ થાય છે