'તું કોન હૈ ક્યા કર લેગા? '... એટલું કહેતા જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ચાકુ ભોંકી દીધું

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

આ ઘટનામાં હત્યા કરનાર સગીર વિદ્યાર્થીની તેના મિત્ર સાથેની ચોંકાવનારી ચેટ સામે આવી છે, જેમાં તેણે કહ્યું છે કે "તું કોન હૈ ક્યા કર લેગા?" જેવા શબ્દોને કારણે તેણે ચાકુ માર્યું હતું.

આ કેસની ગંભીરતાને જોતા સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. 

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 16 વર્ષીય સગીર વિદ્યાર્થી દ્વારા તેના જ ક્લાસમેટની હત્યાનો કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.