'મિર્ઝાપુર' ફેમ અભિનેત્રી શ્રિયા પિલગાંવકરે બ્લેક સાડીમાં સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. 

પરંપરાગત સાડીમાં તેનો એલિગન્ટ અંદાજ અને પોઝ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. 

'મિર્ઝાપુર' વેબ સિરીઝમાં શ્રિયાએ સ્વીટી ગુપ્તાનું યાદગાર પાત્ર ભજવ્યું હતું. 

શ્રિયાનો જન્મ 25 એપ્રિલ 1989ના રોજ થયો હતો. તે અભિનેતા સચિન પિલગાંવકર અને અભિનેત્રી સુપ્રિયા પિલગાંવકરની પુત્રી છે. 

બાળ કલાકાર તરીકે શરૂઆત કરનાર શ્રિયાએ ફિલ્મો, ટેલિવિઝન અને OTT પ્લેટફોર્મ પર પોતાની ઓળખ બનાવી છે.