વૈશ્વિક બજારમાં ફરી એકવાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે,
જેની સીધી અને ગંભીર અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી છે.
5 January 2026 ના રોજ અમેરિકા અને વેનેઝુએલા (US-Venezuela Conflict) વચ્ચે સર્જાયેલા ભારે તણાવે બજારમાં ડરનો માહોલ ઊભો કર્યો છે.
અમેરિકન સૈન્ય દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરવામાં આવી છે,
જેના સમાચાર મળતા જ કોમોડિટી માર્કેટમાં આગ લાગી છે.