કેન્દ્રીય મંત્રીમંડળે પાત્ર રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પગાર જેટલું પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ મંજૂર કર્યું છે.
આ નિર્ણયથી આશરે 11.40 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને લાભ મળવાનો છે.
સરકારના જણાવ્યા અનુસાર આ બોનસ માટે કુલ ₹2,009.61 કરોડનો ખર્ચ થશે
પાત્ર કર્મચારીને મહત્તમ ₹17,951 સુધીની બોનસ રકમ મળી શકે છે
ટ્રેક મેન્ટેનર, લોકો પાઇલટ, સ્ટેશન માસ્ટર, ટેકનિશિયન અને અન્ય પાત્ર કર્મચારી વર્ગો આ યોજનામાં સામેલ છે