શરીર સ્વસ્થ્ય અને તંદુરસ્ત રાખવું જરૂરી છે. ગુજરાતીમાં કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યા નિબંધ. આજના વ્યસ્ત જીવનમાં નાની બાબતોનું ધ્યાન રાખવાથી શરીર સ્વસ્થ રાખી શકાય છે
ભોજનમાં માત્ર સિંધાલૂણ મીઠું વાપરો. સિંધાલૂણ સાત્વિક માનવામાં આવે છે. સિંધાલૂણના સેવનથી થાઇરોઇડ, બીપી અને પેટની સમસ્યામાં રાહત મળે છે.
ભોજન બનાવવા માટે હંમેશા સ્ટીલ કુકરનો ઉપયોગ કરો. એલ્યુમિનિયમના કૂકરનો ઉપયોગ કરવો નહીં.
ભોજન બનાવવા રિફાઇન્ડ તેલના બદલે ઘાણીનું તેલ વાપરો. તેમાંય સીંગતેલ, સરસવ તેલ, તલનું તેલ અને નારિયેળનું તેલ શરીર માટે ઉત્તમ ગણાય છે.
સંગીત મનને શાંતિ આપે છે. આથી કામ કરતી વખતે નવરાશની પળોમાં તમારા મનપસંદ ગીત કે સંગીત સાંભળો. કામ કરતી વખતે સંગીત સાંભળવાથી ઉત્પાદકતા વધતી હોવાનું મનાય છે
દેશી ગાયના શુદ્ધ ઘી નો ઉપયોગ કરવો. ઘી શરીર માટે જરૂરી છે. ઘી ખાવાથી શરીર ઝડપથી વૃદ્ધ થતું નથી અને હાડકાંને ઓછો ઘસારો થાય છે.