જાણો મિસ યુનિવર્સ ઈન્ડિયા રિયા સિંઘાને ઈનામ તરીકે શું મળ્યું.
મિસ યુનિવર્સ ઈન્ડિયા રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 નો ખિતાબ જીત્યો છે.
આ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે રવિવારે રાજસ્થાનના જયપુરમાં યોજાયો હતો.
અમદાવાદની 19 વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નું ટાઇટલ જીત્યું છે.
રિયાને આ ખિતાબ ઉપરાંત વૈભવી ક્રાઉન અને રૂ. 1 લાખ પ્રાઈઝ મની મળ્યું છે.
આ ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયામાં કવરેજ પણ મળે છે.
રિયા મોડલ હોવા ઉપરાંત અભિનેત્રી પણ છે. તે હાલમાં પર્ફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી રહી છે.