પૂરા દેશમાં 18 લાખ જેટલા સિમ કાર્ડ બંધ કરવાની છે સરકાર, ઝાટકો લાગે તે પહેલા જાણી લો આ સમાચાર

એક અધિકારીએ કહ્યું કે સામાન્ય રીતે શંકાસ્પદ સિમના કેસમાં માત્ર 10 ટકા કનેક્શન વેરિફાઈ થાય છે અને બાકીના ડિસ્કનેક્ટ થઈ જાય છે.

શંકાસ્પદ સિમના કેસમાં માત્ર 10 ટકા કનેક્શન વેરિફાઈ થાય છે અને બાકીના ડિસ્કનેક્ટ થઈ જાય છે.

જ્યારે ટેલિકોમ કંપનીઓ 15 દિવસની અંદર ફરીથી વેરિફિકેશન કરે છે અને સિમ વેરિફાઈડ ન થાય તો કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જાય છે. 

સાયબર ગુનાઓમાં કથિત સંડોવણી બદલ ગયા વર્ષે ટેલિકોમ કંપનીઓએ લગભગ 2,00,000 સિમ બ્લોક કર્યા હતા

લોકોએ ગુમાવ્યા રૂ. 10,000 કરોડ- દેશમાં મોબાઈલ ફોન આધારિત સાયબર ક્રાઇમની સતત વધી રહેલી સંખ્યા ચિંતાનો વિષય બની રહી છે.