પ્રોટીન આપણા શરીર માટે એક આવશ્યક પોષક તત્વો છે, જે સ્નાયુઓ બનાવવામાં મદદ કરે છે.
તેથી ડાયટમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે.
ઈંડાને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે
પરંતુ શું તમે જાણો છો કે કેટલાક શાકભાજીમાં ઈંડા કરતાં વધુ પ્રોટીન હોય છે?
પાલક એક પૌષ્ટિક લીલા શાકભાજી છે, જે પ્રોટીનથી ભરપૂર હોય છે.
100 ગ્રામ પાલકમાં લગભગ 2.9 ગ્રામ પ્રોટીન હોય છે જ્યારે એક ઈંડામાં લગભગ 6 ગ્રામ પ્રોટીન હોય છે.
પાલકમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે, જે તેને સુપરફૂડ બનાવે છે.