અમીર લોકોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?  

ફોર્બ્સની દુનિયામાં સૌથી અમીર લોકોની લિસ્ટમાં રતન ટાટાનું નામ ગાયબ છે. જોકે સવાલ એ ઉભો થાય કે વેપાર અને સમાજ સેવામાં આટલું મોટું યોગદાન હોવા છતા રતન ટાટાનું નામ આ લિસ્ટમાં કેમ નજર આવતું નથી? 

રતન ટાટા ઘણા વર્ષોથી મીઠાથી લઇને વિમાન સુધીનો વેપાર કરનારા ટાટા ગ્રુપના ચેરમેન રહ્યા છે. ટાટા ગ્રુપની વિશાળતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો કે તેમની 29 કંપનીઓ બજારમાં લિસ્ટેડ છે 

આ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 31.6 ટ્રિલિયન રૂપિયા છે. આવામાં તમારા મનમાં સવાલ થાય કે ઘણા વર્ષો સુધી ટાટા ગ્રુપ જેવા મોટા ગ્રુપના ચેરમેન હોવા છતા રતન ટાટા અમીરોની યાદીમાં કેમ આવતા નથી. 

 આ પાછળનું કારણ જાણીએ. અમીરોની યાદીમાં સામેલ ન થવાનું સૌથી મોટું કારણ રતન ટાટાનું સમાજ સેવા પ્રત્યે સમર્પણ છે. ટાટા ગ્રુપની મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડીંગ કંપની ટાટા સન્સ છે. જેનો મોટો ભાગનો નફો ટાટા ટ્રસ્ટને જાય છે 

 ટ્રસ્ટના પૈસાનો ઉપયોગ અલગ-અલગ ધર્માર્થ કાર્યો માટે કરવામાં આવે છે. આ પહેલ મુખ્ય રુપથી સ્વાસ્થ્ય, શિક્ષા, રોજગાર અને સાંસ્કૃતિક પ્રચાર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ફોક્સ કરે છે 

ટાટા સન્સની કમાણીનો મોટો ભાગ રતન ટાટા અંગત ફાયદાના બદલે ટ્રસ્ટને આપે છે. જેથી રતન ટાટાની નેટવર્થમાં કોઇ મોટો ફેરફાર થતો નથી.