Vadodara : એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ વડોદરાના બાપોદમાં વિજયનગર માળી મોહલ્લામાં અસામાજિક તત્ત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના બાદ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા.
જેના કારણે બોલાચાલી થઇ જતાં મામલો બીચક્યો હતો અને મારામારી સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન લોકોએ એકબીજા પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર બાપોદ વિસ્તારમાં વિજયનગર માળી મહોલ્લામાં કેટલાક અસામાજિક તત્ત્વો મહિલાઓની છેડતી કરતા હોવાના આક્ષેપો થયા હતા. મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાના આક્ષેપ બાદ એક જ કોમના બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા બન્ને જૂથો દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
જેમાં મહિલાઓ સહિત કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્ત અવસ્થામાં મહિલા અને નાગરિકો બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.
આ પણ વાંચો..
- Trump: જો ઈરાની જહાજો નાકાબંધીમાં દખલ કરશે તો તેમને ઉડાવી દેવામાં આવશે… ટ્રમ્પની ધમકી
- hormuz: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ૧૫ ભારતીય જહાજો; સરકાર સુરક્ષિત વાપસી માટે સક્રિયપણે કામ કરી રહી છે
- iran: ‘ભારત સરકારે દરેક સ્તરે સહયોગ આપ્યો છે’: ઈરાની રાજદૂતે ભારતીયોનો આભાર માન્યો; હોર્મુઝ અને અમેરિકા અંગે તેમણે શું કહ્યું?
- Iran: ઇરાન સાથે યુદ્ધમાંથી સોદો કર્યા વિના બહાર નીકળવાની તૈયારી! અમેરિકા આ રીતે સ્ક્રિપ્ટ લખી રહ્યું છે
- Vaibhav: સનરાઇઝર્સ હૈદરાબાદ વૈભવ સૂર્યવંશીને સમાવવા માંગે છે… ઇશાન કિશનના દિલના શબ્દો જાહેર થયા છે





