Vadodara હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી હોટલમાં ચાલતા ફૂટણખાના પર પોલીસે દરોડો પાડીને બે ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડયા હતા. જ્યારે કૂટણખાનુ ચલાવતા હોટલના માલિક તથા મેનેજરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
Vadodara: છ કોલગર્લ મળી આવી : હોટલના બે ભાગીદારો તથા મેનેજર વોન્ટેડ
વારસિયા પોલીસને માહિતી મળી હતી કે, હરણી વારસિયા રીંગ રોડ પર બેન્કર હોસ્પિટલની પાછળ આવેલ શ્રીજી વિન્ડ ટાવર બી માં એચ.કે. વિલા હોટલમાં કૂટણખાનુ ચાલે છે. હોટલના ભાગીદારો મિનેશ જગદીશભાઈ ઠક્કર તથા રોનક યુવતીઓનો સંપર્ક કરી હોટલ પર બોલાવી હોટલમાં રાખી દેહ વ્યાપરનો ધંધો કરાવે છે. કોલગર્લને ગ્રાહક દીઠ અઢી થી ત્રણ હજાર આપતા હતા. આરોપીઓ ગ્રાહકોને કોલગર્લના ફોટા વોટ્સએપ પર મોકલતા હતા. તે ફોટાના આધારે ભાવતાલ નક્કી કરી હોટલ પર બોલાવતા હતા.
જેથી, ડીસીપી પન્ના મોમાયા તથા એ.સી.પી. એમ.પી.ભોજાણીની | સૂચના મુજબ, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. હોટલની રૂમમાંથી બે ગ્રાહકો જીતેન્દ્રસીંગ મહેન્દ્રસીંગ ઝીયોન્ટ (રહે. વ્રજધામ સોસાયટી, માણેજા) તથા સૂરજસીંગ સુરજીતસીંગ | કંબોજ (રહે. કિર્તન નગર સોસાયટી, વારસિયા રીંગરોડ) ને ઝડપી પાડયા હતા. જ્યારે મિનેષ ઠક્કર, રોનક તથા મેનેજર રમેશ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે છ કોલગર્લ મળી આવી હતી.