Vadodara : વડોદરા સહિત રાજ્યભર અને દેશભરમાં બિનઅધિકૃત નાગરિકો વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન ગતરાત્રે વડોદરા તરફ આવતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં બિનવારસી પાર્સલ મળી આવ્યા હતા. આ પાર્સલમાંથી શંકાસ્પદ માંસ નો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ માંસ કયા પ્રાણીનું છે, તે ચોક્સાઇ પૂર્વક જાણવા માટે સેમ્પલોને એફએસલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે રેલવે સ્ટેશન પર ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. અને જીવદયા પ્રેમી નેહા પટેલ પણ દોડી આવ્યા હતા. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
માહિતી મળતા વોચ ગોઠવી દેવાઈ હતી
કેટલાય દિવસથી વડોદરાના રેલવે સ્ટેશન પર પોલીસ અને વિવિધ બ્રાન્ચ દ્વારા ચેકીંગ ચાલી રહ્યું છે. દરમિયાન અમૃતસરથી વડોદરા તરફ આવતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં લઇ જવાતા પાર્લસમાં શંકાસ્પદ માંસ હોવાની બાતમી મળતા પ્રાણીન ફાઉન્ડેશનના નેહા પટેલ અને વડોદરા રેલવે પોલીસનું ડી સ્ટાફ તથા વોલંટીયર્સ તૈનાત થઇ ગયા હતા.
16 કોથળા ભરેલુ માંસ મળ્યુ
ટ્રેન આવતા તેમાં સઘન શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન 16 કોથળા ભરેલા પાર્સલમાં શંકાસ્પદ માંસ મળી આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ કોથળામાંથી મળેલું માંસ કયા પ્રાણીનું છે, તે જાણવા માટે એફએસએલમાં સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
મુસાફરોની પૂછપરછ કરાઈ
આ રેલવેના પાર્સલમાં ગૌ માંસ હોવાની આશંકાને પગલે પ્લેટફોર્મ પર ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. આ પાર્સલ અંગે વધુ વિગત જાણવા આસપાસના મુસાફરોની પુછપરછ કરવામાં આવી હતી. પરંતુ તેમાં કોઇ નક્કર મળી ના હોવાનું સપાટી પર આવી રહ્યું છે. હવે એફએસએલના રીપોર્ટમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો..
- Ahmedabad: શહેરમાં એક સોસાયટીમાં લાઇસન્સ વગરના ૧૫ વર્ષના ડ્રાઇવરે ત્રણ વર્ષની બાળકીને કચડી નાખી
- Ahmedabad: યુએસ સરહદ પર ભારતીયોની અટકાયતમાં 62%નો ઘટાડો થયો, ગુજરાત પર પણ અસર
- Ahmedabad ગ્રામીણ પોલીસે ધોળકાની મહિલાની હત્યાનો ગુનો નોંધ્યો; બળાત્કાર અને ગળું દબાવવાના પ્રયાસના આરોપીની ધરપકડ કરી
- Gujarat: ‘ગુજરાતમાં પણ કેજરીવાલ’ ના નારા લાગ્યા, 7000 નેતાઓ અને કાર્યકરો ભાજપ અને કોંગ્રેસ છોડીને AAP માં જોડાયા
- મનસુખ વસાવા નાંદોદમાં કમલમમાં બેસીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરે: Niranjan Vasava AAP





