Vadodara : શહેરમાં વહેલી સવારે ચાર વાગ્યાથી વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે. હજુ વરસાદની બેટિંગ શરૂ જ છે, જેના કારણે ઘણા નીચાણવાળા સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે.
નજીવા વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા

સોમવારે સાંજે Vadodaraમાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજવા સાથે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાસાયી થતા ઢગલાબંધ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. હજુ આ પરિસ્થિતિ સંપૂર્ણપણે થાળે પડી નથી તેવામાં આજે વહેલી સવારથી વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. નજીવા વરસાદમાં ઠેર-ઠેર પાણીમાં ભરાવો થતા કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
વરસાદી પાણીમાં વાહનો ડૂબ્યા
હાલ શહેરના હાથીખાના રામદેવપીરની ચાલી પાસે વરસાદી પાણીથી લોકોના વાહનો ડૂબ્યા હોવાના વિડિયો સામે આવ્યા છે. આવા દ્રશ્યો શહેરમાં અનેક સ્થળોએ સર્જાયા છે. વડોદરા શહેરમાં પૂરને અટકાવવા કોર્પોરેશન એક તરફ વિશ્વામિત્રી ઊંડી અને પહોળી કરવાની વાતો કરે છે. તો બીજી તરફ નજીવા વરસાદમાં જ વડોદરા પાણીમાં ડૂબી જતા તંત્રના આયોજન સામે પણ સવાલો ઊભા થાય છે.
વૈશાખમાં સર્જાયો અષાઢી માહોલ
આ સિવાય મકરપુરા એરફોર્સ પાછળ વચકુંઠધામ સોસાયટીના મુખ્ય રસ્તા અને તેની આસપાસની સોસાયટીમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલા આદિત્ય હાઈટ્સના એક રહેવાસીએ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ મૂકી થોડા વરસાદમાં જ પાણી ભરાયાની પરિસ્થિતિની જાણકારી આપી વહીવટી તંત્રને મદદ માટે અપીલ કરી છે. ફતેગંજ વિસ્તારમાં ડ્રેનેજના ચાલતા કામમાં ગાબડા પડવાને કારણે કેટલાક વાહનો પણ ફસાઈ ગયા હતા.આવા દ્રશ્યો શહેરમાં અનેક સ્થળોએ સર્જાયા છે.
ફતેગંજ વિસ્તારમાં ડ્રેનેજના અધકચરા પૂરી દેવાયેલા ખાડામાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે એક વાહન ચાલક ફોર વ્હીલર હંકારીને જતો હતો ત્યારે ભરાયેલા વરસાદી પાણીવાળો ખાડો જણાયો ન હતો. પરિણામે મોટર કારનો આગળનો ભાગ ખાડામાં ઘૂસી ગયો હતો. પરંતુ દુર્ઘટનાના કારણે સદભાગ્યે કોઈ ઈજા કે જાનહાની ચાલકને થઈ ન હતી. ભર વરસાદમાં આસપાસના લોકો મદદ એ દોડી આવ્યા હતા અને ધક્કા મારીને કારને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા. જોકે ડ્રેનેજની કામગીરી આ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ડ્રેનેજની કામગીરી પૂરી થઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા આવા ખાડા યોગ્ય રીતે પૂરવામાં આખ આડા કાન કર્યા હતા. માત્ર રોડ પર બેરીકેટ મૂકી દઈને તંત્ર દ્વારા સંતોષ માનવામાં આવ્યો છે.
આ પણ વાંચો..
- Swachchata mission: સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાનથી કેન્દ્ર સરકારે પાંચ વર્ષમાં ₹4,100 કરોડની કમાણી કરી. જાણો કેવી રીતે
- T20 world cup: સેમિફાઇનલ માટે ત્રણ સ્થળો નક્કી, દિલ્હી અને મુંબઈને કોઈ નોકઆઉટ મેચ આપવામાં આવી નથી
- Taiwanના ઉપરાષ્ટ્રપતિએ EU સંસદમાં પહેલું ભાષણ આપ્યું, ચીને ચેતવણી આપી
- Ravindra jadejaનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયું છે, IPL ટ્રેડ અફવાઓ વચ્ચે તે ક્યાં ગાયબ થઈ ગયો?
- Cold: બે રાત્રિમાં તાપમાનમાં 7°Cનો ઘટાડો, અમદાવાદમાં બે વર્ષમાં સૌથી ઠંડો દિવસ 14.7°C નોંધાયો





