Vadodara : સહિત રાજ્યના અનેક શહેરોમાં ગતમોડી સાંજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.જેમાં વડોદરામાં ભારે પવન ફૂંકાવવાની સાથે ગાજવીજ સાથે મેઘરાજાએ કમોકસમી એન્ટ્રી લીધી હતી. જેને પગલે શહેરમાં રાત્રીના સમયે ભારે અંધાધૂંધી સર્જાઇ હતી. આ ઘટનાક્રમમાં 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા, 45 વાહનો દબાયા હતા, અને 3 ના મોત તથા 7 ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતું. આ વાવાઝોડાની ઝડપ 80 કિમી – પ્રતિ કલાક હોવાનું હવામાન શાસ્ત્રીનું કહેવું છે.
કમોસમી વરસાદ દરમિયાન 7 લોકો ઇજાગ્રસ્ત
વડોદરામાં ગતરોજ ખાબકેલા વરસાદમાં સુભાનપુરા વિસ્તારમાં વાયર તુટી ગયો હતો. જેમાં 55 વર્ષિય જિતેષ મોરે અને એક શ્વાનનું મોત નિપજ્યું હતું. બીજી ઘટનામાં લાલ બાગ તરફ જતા બસ કંડક્ટર પર પર્બત ડાંગરનું કરંટ લાગવાના કારણે મોત નિપજ્યું હતું. ત્રીજી ઘટનામાં સોમા તળાવ પાસે રીક્ષા ચાલક ગિરીશ ચૌરે પર હોર્ડિંગ્સ પડતા તેનું મોત નિપજ્યું હતું. આ સાથે જ કમોસમી વરસાદ દરમિયાન 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ દિવાલ અથવા બિલ્ડીંગનો જર્જરિત ભાગ ધરાશાયી થવાના કારણે 45 જેટલા વાહનો દબાયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
વિજ કંપનીની 46 ટીમો કામે લાગી
ભારે વરસાદને પહલે શહેરમાં મોટા પાયે વિજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં શહેરના 127 ફીડર બંધ થઇ ગયા હતા. તમામ જગ્યાઓએ વિજ પુરવઠો દુરસ્ત કરવા માટે વિજ કંપનીની 46 ટીમો કામે લાગી હતી. મોડી રાત સુધી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વિજ પુરવઠો દુરસ્ત કરી દેવામાં આવ્યો હતો. આ વચ્ચે ઝાડ પડવાની અનેક ફરિયાદોને પગલે ફાયર બ્રિગેડ સ્ટેશનના ફોન આખી રાત રણકતા રહ્યા હતા.
આ પણ વાંચો..
- Gujaratમાં બારે મેઘ ખાંગા, 139 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
- Arvind Kejriwal બે દિવસના Gujarat પ્રવાસે, ચોટીલામાં કપાસના ખેડૂતોની રેલીને સંબોધશે
- 27 વર્ષ જૂના હત્યા કેસમાં મહિલાની આજીવન કેદ રદ, Gujarat High Courtએ નવેસરથી ટ્રાયલ ચલાવવાનો આપ્યો આદેશ
- Gujaratના આ ખાસ શિક્ષકોને મળ્યું ઇનામ, જીવનભર બસમાં મફત મુસાફરી કરી શકશે
- આગામી 3 દિવસ Delhi માટે ભારે, હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી