Vadodara : શહેરના ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં રહેતી 22 વર્ષની રાયસાબેન મહમદભાઈ કડીવાલા ફિઝિયોથેરાપિસ્ટ છે એને હાલમાં સયાજી હોસ્પિટલમાં તે ઇન્ટરનશીપ કરતી હતી. ગઈકાલે બપોરે સયાજી હોસ્પિટલમાં ઓપીડી 16 માં તેણે પોતાની જાતે રેટ ઝિંક નામની દવા પી લીધી હતી. જેના કારણે તેની તબિયત બગડતા તેની ક્લાસમેટ તેને સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે તાત્કાલિક વિભાગમાં લઈ ગઈ હતી.
ફિઝિયોથેરાપિસ્ટ યુવતી કયા કારણસર ઝેરી દવા પીધી તેની હજી જાણકારી મળી ન હતી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે રાયસાની મમ્મી ગઈકાલે દિનદયાળ પંડિત હોલમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હતી. તે દરમિયાન તેઓને આ બનાવની જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા. હોસ્પિટલમાં સારવાર લીધી આઈસાનું આજે 4:30 વાગે મોત થયું હતું. હજી સુધી પરિવારની પણ પૂછપરછ થઈ શકી નથી.
આ બનાવના પગલે પોલીસે તપાસની ધમધમાટી બોલાવી છે. યુવતીએ કયા કારણોસર ઝેરી દવા ગટગટાવી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની ટીમો દ્વારા યુવતીનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે પણ તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો..
- UAEએ Israelને આપ્યો ઝટકો, દુબઈ એર શોમાં પ્રવેશ પર પ્રતિબંધ
- Gujarat: ૪,૮૦૦ કરોડની ટોલ આવક, પણ ગુજરાતના નાગરિકો તૂટેલા રસ્તાઓ સામે ઝઝૂમી રહ્યા છે
- Ahmedabad: ધોલેરા નજીક ભાવનગર–અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભીષણ અકસ્માત, બે યુવકોનું મોત
- Ahmedabad: ગુજરાત હાઇકોર્ટને ચોથી વખત બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષામાં વધારો
- Gujarat: ગુજરાત પોલીસે તહેવારોની સિઝન પહેલા ઓનલાઈન કૌભાંડોથી બચવા અંગે જાહેરનામું બહાર પાડ્યું