Operation sindoor : ભારતે ગત મોડી રાત્રે પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઈક પછી યુદ્ધનો માહોલ ગરમાયો છે. ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં પણ તેના તકેદારીરૂપે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આજે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પહલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારતમાં જે રીતે બેઠકો અને એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યા હતા તે પ્રમાણે ભારત પાકિસ્તાનના આતંકવાદી કેમ્પોનો સફાયો કરે તેવું નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું હતું. પરંતુ આ હુમલો ક્યારે અને કેવા પ્રકારનો હશે? તે કોઈને સ્પષ્ટ ન હતું. આ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે ભારતે પાકિસ્તાન ખાતે આવેલ આતંકવાદી કેમ્પોનો સફાયો કરવાના હેતુસર એર સ્ટ્રાઈક કર્યો છે. આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલા સાથે તેને નષ્ટ કરાયા છે.
ભારતે કરેલા હુમલા બાદ શહેરમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું શરું કરવામાં આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટાફ સવારથી રાજમાર્ગો પર જોવા મળ્યો હતો. તો બીજી તરફ કેટલીક જગ્યાએ પોલીસ પોઇન્ટ મૂકી બંદોબસ્ત રાખ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજાગ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ વચ્ચે રેલવે સ્ટેશન, એસટી ડેપો વગેરે જેવા ભીડભાડવાળા સ્થળો પર પણ પોલીસનો કાફલો વધારી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો..
- Gujaratમાં બારે મેઘ ખાંગા, 139 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
- Arvind Kejriwal બે દિવસના Gujarat પ્રવાસે, ચોટીલામાં કપાસના ખેડૂતોની રેલીને સંબોધશે
- 27 વર્ષ જૂના હત્યા કેસમાં મહિલાની આજીવન કેદ રદ, Gujarat High Courtએ નવેસરથી ટ્રાયલ ચલાવવાનો આપ્યો આદેશ
- Gujaratના આ ખાસ શિક્ષકોને મળ્યું ઇનામ, જીવનભર બસમાં મફત મુસાફરી કરી શકશે
- આગામી 3 દિવસ Delhi માટે ભારે, હવામાન વિભાગે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી