Mrs. Chatterjee vs Norway: મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે આ શનિવાર 27મી જુલાઈના રોજ સવારે 11 વાગે તેના પ્રિમિયર માટે તૈયાર છે, ખાસ એન્ડપિક્ચર્સ પર મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે એ એક વાસ્તવિક ઘટનાથી પ્રેરિત વાર્તા છે, જેમાં રાની મુખર્જી, જીમ સારભ, નીના ગુપ્તા અને અનિર્બન ભટ્ટાચાર્ય મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મ એ દેબિકા ચેટર્જી, એક ભારતીય ઇમિગ્રન્ટની વાર્તા છે, જેના બાળકોને વિવાદાસ્પદ સંજોગોમાં નોર્વેજિયન અધિકારીઓ દ્વારા છીનવી લેવામાં આવ્યા હોય તે તેની વિરુદ્ધ લડીને પાછા મેળવવાની વાત છે. બિનપરંપરાગત ઉછેરની પ્રણાલીના ચાર્જ સાથેની દેબિકાની યાત્રા ન્યાય અને માતૃત્વની કરૂણ કથા છે. દેબિકા સિસ્ટમની સામે લડી રહી છે ત્યારે તેના દરેક વણાંકો દર્શકોને સીટ પર જકડી રાખશે. આ ફિલ્મ એ માતૃત્વ અને ન્યાયની ધારણાને પડકારતી શક્તિશાળી વાર્તા છે, જે દર્શકોને ભાવનાત્મક રીતે જોડે છે.

મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વેની દિલધડક વાર્તા એક વાસ્તવિક ઘટના પર આધારીત છે, જેમાં વિદેશમાં ભારતીય ઇમિગ્રન્ટ્સ દ્વારા કેવી સાંસ્કૃતિક અને કાનૂની સંઘર્ષોનો સામનો કરવો પડે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અમલદારશાહીના વિરોધ સામે દેબિકાની અવિરત લડાઈ અને તેના બાળકોને પાછા મેળવવા માટેનો તેનો દ્રઢ નિશ્ચય શક્તિશાળી રીતે દર્શાવવામાં આવ્યો છે.

રાની મુખર્જીએ દેબિકાના પાત્રમાં તેની લાગણીનું ઊંડાણ દર્શાવીને દરેક મુશ્કેલી સામે લડતી એક માતાની મજબૂરીને અદ્દભુત અભિનયથી રજૂ કર્યું છે. અભિનેત્રી રાની મુખર્જી તેના અનુભવ વિશે વર્ણવતા કહે છે, “મારા માટે ‘મિસિસ ચેટર્જ વર્સિસ નોર્વે’ ફક્ત ફિલ્મ નથી, પણ એક માતાની પ્રેમની તાકાતનો શક્તિશાળી પ્રવાસ છે. દેબિકા તેના બાળકોને ફરીથી મળવાની જે મહેનત છે તે પડકારજનક અને ખૂબ જ પરિપૂર્ણ છે.

ડિરેક્ટર આશિમા છિબ્બર કહે છે કે, ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ એ મારા માટે એક અત્યંત અંગત અને અર્થપૂર્ણ પ્રવાસ હતો. આ ફિલ્મ એ દેબિકા ચેટર્જી દ્વારા વાસ્તવિક જીવનમાં જે અન્યાય સહન કર્યો છે, તેના પર પ્રકાશ ફેંકે છે, તેની વાર્તા મારી સાથે ઊંડાણપૂર્વક જોડી શકે છે. આ કરુણ વાર્તા દ્વારા માતા-પિતાના અધિકારો અને સાંસ્કૃતિક ગેરસમજણોના મુદ્દાઓ પર ધ્યાન અપાવવું મહત્વપૂર્ણ છે.

રાની મુખર્જી એ દેબિકાનું પાત્ર કરી રહી છે, જે અત્યંત શક્તિશાળી અને ગતિશીલ છે. જેમાં તમામ અવરોધો સામે લડતી માતાની શક્તિ અને સ્થિતિસ્થાપક્તાને કેપ્ચર કરવામાં આવી છે. આ પાત્ર માટેની તેની સમર્પિતતા અને તેના કુદરતી આવશેને બહાર લાવવાની ક્ષમતાએ આ ફિલ્મને માનવિય જુસ્સાની હકિકત દર્શાવી છે. એન્ડપિક્ચર્સ પર તેના પ્રિમિયર માટે હું ખરેખર ઉત્સાહિત છું, કેમકે તે મને વધુને વધુ દર્શકોને સમજવાની તથા દેબિકાના હૃદયસ્પર્શી પ્રવાસ પ્રત્યે સહાનુભૂતિ મેળવશે.” જીમ સારભ કહે છે, હું ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’માં ડેનિયલ સિંઘ ચ્યુપિકનું પાત્ર કરી રહ્યો છું, આ એક એવું પાત્ર છે, જેને કાનૂની મુશ્કેલી અને સાંસ્કૃતિક ગતિશીલતાની સમજ જરૂરી છે. એક કલાકાર તરીકે, હું એવી ભૂમિકાઓને માણું છું, જે પરંપરાગત કથાઓને પડકારે છે અને વિચારોને ઉશ્કેરે છે. ડેનિયલનું પાત્ર એ મને આંતરરાષ્ટ્રિય કાયદા અને સાંસ્કૃતિક તફાવત કઈ રીતે કોઈના જીવનને અસર કરે છે, તે સમજવામાં મદદ કરી છે.

અશિમા છિબ્બર દ્વારા ડિરેક્ટ આ ફિલ્મને ઝી સ્ટુડિયો અને ઇમ્મે એન્ટરટેઇન્મેન્ટ (મોનિશા અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વેનું પ્રિમિયર શનિવાર 27, જુલાઈના રોજ સવારે 11.30 વાગે ખાસ એન્ડપિક્ચર્સ પર જોવાનું ચૂકશો નહીં.