Manoj Sorathia: આજરોજ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા લિંબાયત વિસ્તારમાં નવાગામ ડીંડોલી ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક ચોકમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા તેમજ પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. સૌ પ્રથમ ભારત માતાની છબી અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કર્યો ત્યારબાદ AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ધ્વજવંદન કર્યું હતું.

ધ્વજવંદન કાર્યક્રમ બાદ લિંબાયત વિધાનસભા વિસ્તારમાં ભવ્ય તિરંગા પદયાત્રા યાત્રાનું આયોજન થયું હતું. AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરોએ હાથમાં તિરંગો લઈ સમગ્ર વિસ્તારમાં ફર્યા અને દેશભક્તિનો પરચમ લહેરાવ્યો.

ધ્વજવંદનના કાર્યક્રમમાં સુરત શહેર પદાધિકારીઓમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, ગુજરાત પ્રદેશ સહમંત્રી મહેન્દ્ર નાવડિયા, સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણી, નવસારી લોકસભા પ્રમુખ પંકજ તાઇડે, મહિલા મોરચા પ્રમુખ નીતા પટેલ , યુવા મોરચા પ્રમુખ પંકજ ધામેલીયા, શહેર પૂર્વ અધ્યક્ષ લક્ષ્મણકાકા સુખડીયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશ અણઘણ, વિપક્ષ દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલ સુહાગીયા, કુંદનબેન કોઠિયા, સેજલબેન માલવિયા, શોભનાબેન કેવડિયા, મનીષાબેન કુકડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય પણ દેશભક્તિના માહોલમાં પ્રદેશના આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતા.