Gujaratના વલસાડ જીલ્લાના ભિલાડમાં ACBની ટીમે રેડ કરી હતી અને ભિલાડમાં ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વન પેદાશના ચેકીંગ ચેક પોસ્ટના બીટ ગાર્ડ નરેશ ભોયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
આરોપી બીટગાર્ડ નરેશ ભોયાએ ફરિયાદી પાસેથી રૂપિયા 7500ની માંગી હતી લાંચ માંગી હતી. અંતે નક્કી થયા મુજબ 6300 રૂપિયાની લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
મહારાષ્ટ્રથી કાયદેસરના પાસ સાથે Gujaratમાં ખેરના લાકડા લાવી રહ્યા હતા. જ્યાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા મહારાષ્ટ્રના પાસ પરથી ગુજરાતના પાસ બનાવવા ફાટેસ્ટ ચેક નાકા પર જતાં બીટ ગાર્ડે લાંચની માગ કરી હતી..
કાયદેસરની ફી રૂપિયા 20 થાય તેમ છતાં આરોપીએ એક પાસના રૂપિયા 2500 માંગ્યા હતા. આથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ લાંચિયા બીટગાર્ડને ઝડપવા એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આ આરોપી બીટગાર્ડ ફરિયાદી પાસેથી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આમ ACBના સપાટાથી જિલ્લાના સરકારી બાબુઓમાં ફફળાટ વ્યાપી ગયો હતો.
આ પણ વાંચો..
- Gujarat: 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો સાંકળી ક્લસ્ટર વિકસાવાશે, 100 કરોડની જોગવાઇ
- Dholera SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ ખાતે અત્યાર સુધીમાં 35 કરોડનું રોકાણ, માત્ર 50 મિનિટનો રૂટ
- Adani ગ્રુપ હવે ‘કૌશલ્ય અને રોજગાર’ થકી મેક ઈન ઈન્ડિયાને ટેકો આપતુ કાર્યબળ તૈયાર કરશે
- Adani ગ્રુપે રમત-ગમતના ક્ષેત્રમાં ઝંપ લાવ્યુ, આ રમતમાં હવે ‘ઈનિંગ’ શરૂ કરશે
- દમણ : NDRF અને પ્રશાસન દ્વારા સંયુક્ત મોકડ્રીલનું આયોજન