Gujarat: છેલ્લા કેટલાક દિવસથી ઘણા રાજ્યોમાં વરસાદથી લોકો હેરાન પરેશાન છે. તેથી હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓને એલર્ટ કરાયા છે. આજથી 4 દિવસ સાર્વત્રિક વરસાદી માહોલની આગાહી છે. તેમા પણ ઉત્તર ગુજરાત માટે બે દિવસ ભારે છે. ગુજરાતમાં આવતી કાલે ભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે જ આગામી સાત દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે છે. 17થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. વડોદરા, આણંદ, બોડેલી, પાદરા, કરજણમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.