ગુજરાતની એક સરકારી શાળાના શિક્ષક અચાનક ઘરેથી નીકળી ગયા અને સુસાઈડ નોટ મુકીને ગયા. આ સુસાઈડ નોટમાં એક મૌલવી સામે ગંભીર આરોપ મુકાયા છે. 5 માર્ચે નીકળેલા શિક્ષકનો હજુ પત્તો લાગ્યો નથી. પરંતુ તેમનુ છેલ્લુ લોકેશન એક કેનાલ પાસે મળ્યુ હોવાની ચર્ચાઓ છે.
ગુજરાતના ખેડા જિલ્લામાં નડિયાદ શહેરમાં રહેતા એક સરકારી શાળાના શિક્ષક અચાનક ઘરેથી નીકળી જતા પરીવાર ચિંતાતુર બન્યો છે. 5 તારીખે નીકળી ગયેલા શિક્ષક હજુ પરત આવ્યા નથી. જે મામલે શિક્ષિકા પત્નીએ નડિયાદ પશ્ચિમ મથકે ગુમ જાણવાજોગ લખાવી છે.
ડિયાદના ફતેપુરાની પ્રાથમિક શાળામાં જયેશભાઈ અને તેમના પત્ની સંગીતાબેન પરમાર બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બંને સાથે જ શાળાએ આવતા-જતા હોય છે, જો કે, 5 તારીખે જયેશભાઈએ પોતાના પત્ની સંગીતાબેનને જણાવ્યુ હતુ કે, આજે મેં કઠલાલ ખાતે આવેલી છગનભાઈની હોસ્પિટલમાં આંગળીઓમાં થયેલુ ઈન્ફેક્શન બતાવવા માટે રજા લીધી છે.
જે બાદ જયેશભાઈ 5 તારીખે પત્નીને ફતેપુરા શાળાએ 10.30 કલાકે ઉતારીને પરત આવ્યા હતા. આ બાદ બપોરે સવા એક વાગ્યાના અરસામાં સંગીતાબેનને તેમના જેઠનો ફોન આવ્યો હતો અને જયેશભાઈનું વાહન ઘરની બહાર પડ્યુ હોય અને જયેશભાઈ ઘરે હાજર ન હોવાનું અને મોબાઈલ બંધ હોવાનું જણાવ્યુ હતુ. જેથી સંગીતાબેન ઘરે પહોંચ્યા હતા. બાદમાં સગાસબંધીઓના ત્યાં તપાસ હાથ ધરી હતી.
તે બાદ નડિયાદ પશ્ચિમ મથકે ગુમ જાણવા જોગ નોંધાવી હતી. જો કે, હજુ સુધી શિક્ષક જયેશભાઈનો પત્તો લાગ્યો નથી. જો કે, પરીવારે Suicide note પોલીસને આપી હોવાની ચર્ચા છે. જેમાં એક મુસ્લિમ મૌલવી દ્વારા આ શિક્ષકને વશમાં કરી અને તેમની પાસેથી 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. જો કે, આ મૌલવી આટલે પણ રોકાયો નહોતો અને બીજા નાણાંની માંગણી કરતો હતો અને તે બાદ શિક્ષકના પરીારને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડિપ્રેશનમાં આવી ગયેલા શિક્ષક ઘરેથી નીકળી ગયાની વિગતો છે. તેમનું અંતિમ લોકેશન કપડવંજ નજીકની એક કેનાલ પાસે મળ્યુ છે.
આ અંગે મળતી માહિતી મુજબ જયેશભાઈએ કોઈ મેસેજ આપ્યો હોવાની પણ ચર્ચા છે. આ સિવાય તેઓ છેલ્લે રીક્ષામાં બેસી મીલ રોડ સુધી ગયા બાદ ત્યાંથી કપડવંજ તરફની કોઈ બસમાં બેઠા હોવાની વિગતો પણ મળી છે. જેથી પોલીસે છેલ્લા 2 દિવસથી આ દિશામાં તપાસ હાથ ધરી છે. જો કે, હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.
ઘરેથી નીકળી જનારા જયેશભાઈના નજીકના શિક્ષક વર્તુળ અને મિત્રોમાંથી મળતી માહિતી મુજબ જયેશભાઈએ છેલ્લે કોઈ એક મેસેજ નજીકના કોઈને કર્યો છે, જેમાં એક શખ્સનું નામ લખેલુ છે, જેણે જયેશભાઈને આંટીઘુંટીમાં ભેરવી 80 લાખ પડાવ્યા હોવાનો ઉલ્લેખ હોવાની ચર્ચા છે. આ સિવાય વધારે નાણાં પડાવવા માટે જયેશભાઈના પરીવારને મારી નાખવા સુધીની ધમકીઓ આપી હોવાથી અંતે ત્રાહીત થઈ જયેશભાઈ ઘરેથી નીકળી ગયા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો..
- રફ્તારનો કહેર: Surendranagarમાં ભયાનક અકસ્માત, યુવકનું મોત; CCTV આવ્યા સામે
- Weather Update: ગુજરાતમાં બેવડી ઋતુનો માર.. ક્યાંક વરસાદ તો ક્યાંક કાળઝાળ ગરમી
- Horoscope: કોની પર રહેશે શિવજીની કૃપા, જાણો સોમવારે તમારું રાશિફળ
- ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં Mamata Banerjee નું ભાષણ: વિરોધ, તીખા પ્રશ્નો અને વળતા હુમલા
- Royal Enfield ક્લાસિક 650 લોન્ચ કરી, કિંમત, સુવિધાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો તપાસો