Veraval: ગત તા.૨ના રોજ સોમનાથ ટોકીઝથી ગોવિંદપરા ગામે જવા ઈચ્છતી મહિલાએ રિક્ષા રોકાવી તેમાં બેસતા રિક્ષા ચાલકે રિક્ષાને તાલાલા ચોકડીએ લઈ જઈ તેની સાથેના બે શખ્સોએ અડપલા કરી દૂષ્કર્મ આચરવાની બનેલી ઘટનામાં પોલીસે સીસીટીવી તેમજ બાતમીદારોની મદદથી ત્રણેય આરોપીને ઝડપી લીધા છે.
Veraval: બે શખ્સોએ ગંદી હરકત કરી અડપલાં કર્યા અને રિક્ષા ચાલકે મહિલા પર કુકર્મ આચર્યું હતું
આ મહિલાને શખ્સોએ હવસનો શિકાર બનાવી દૂષ્કર્મ આચર્યાની ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. એ પછી પોલીસે ભોગ બનેલી મહિલાએ આપેલી ઓળખનું વર્ણન તેમજ મુસાફરી દરમિયાન લેવાતા નામોના આધારે સીસીટીવી કેમેરા ચકાસવાનું શરૂ કર્યું હતું. અને અંગત બાતમીદારોને કામે લગાડયા હતા. એ પછી આરોપીઓની ઉઠ-બેસ તેમજ સરનામાની વિગતો મેળવી લીધી હતી. ત્યાર બાદ હ્યુમન સોર્સિસના આધારે રીક્ષા ડ્રાઈવર ઈસ્માઈલ ઉર્ફે પપ્પુ પપ્પુ ઈ ઈબ્રાહીમભાઈ શેખ (ઉ.વ.ર૬) અકરમ ઉર્ફે કાજુ અલતાફભાઈ શેખ (ઉ.વ.૨૪) રહે. ભાલકા કોલોની, | રાહીલ શબીરભાઈ કુરેશી (ઉ.વ.૨૪)ને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન ઉપરોકત મહિલા | ડિપ્રેશનની દવાથી ઊંઘમાં તેમજ અર્ધબેભાનાવસ્થામાં હતી તેનો લાભ લઈ મહિલાની બિભત્સ છેડતી કરી હતી. તેમજ સાહિલે રિક્ષાની પાછળની સીટ પર | મહિલાને સુવડાવી દૂષ્કર્મ આચર્યું હતું.