ગુજરાતમાં ક્રિકેટ મેચના રસિકોનો પાર નથી, ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ Finalમાં પહોંચી છે અને આ Final મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાશે. જેથી હાલ દુબઈ માટેની ફ્લાઈટોનું બુકીંગ પુરજોશમાં છે.

ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો એકબીજા સામે ટકરાશે. રવિવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ફાઇનલ રમાશે. જો તમે અમદાવાદથી દુબઈ જવા માંગતા હો, તો તમારી પાસે કયા વિકલ્પો છે? ઉપરાંત, અમદાવાદથી દુબઈ જવા માટે તમને કેટલો સમય લાગશે? તે તમામ વિગતો તમને આ અહેવાલમાં જાણવા મળશે.
ફ્લાઈટ મુજબ ભાવ, 18000થી 30000 સુધી ફ્લાઈટના ભાડા
મેચ માટે દુબઈ દુબઈ જવાનું વિચારી રહ્યા છો, તો બે પ્રકારની ફ્લાઈટ જઈ રહી છે. જેમાં એક અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી દુબઈની ફ્લાઈટ છે, જે 21000 રૂપિયાનું ભાડુ છે. આ સિવાય 18,000થી 20,000 રૂપિયામાં અમદાવાદથી સીધા અબુ ધાબી (દુબઈ)ની પણ ટીકીટ છે. આ ટિકીટો આજની છે. આ સિવાય Final મેચ રવિવારે છે, જેથી શુક્રવારે અને શનિવારે જવાનું વિચારી રહ્યા હોવ તો આ બંને દિવસે ભાડા વધારે છે. ખાસ કરીને ફ્લાઈટનો ટાઈમિંગ જોઈએ તો ડાયરેક્ટ ફ્લાઈટ 3થી 4 કલાકમાં દુબઈ ઉતારે છે, તો વાયા મુંબઈ સ્ટોપની ફ્લાઈટ 6થી 7 કલાકમાં દુબઈ પહોંચાડે છે.
ફાઇનલ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે
ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રવિવારે રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. આ પહેલા, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાનની શરૂઆત કરી હતી. આ પછી, ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યું. તે જ સમયે, ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.