Terrorist attack in Ganderbal : જમ્મુ-કાશ્મીરના ગાંદરબલના સોનમર્ગમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં બે બિન-કાશ્મીરી મજૂરો માર્યા ગયા હતા, જ્યારે બે ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી. આ હુમલામાં બે બિન-કાશ્મીરી મજૂરો માર્યા ગયા, જ્યારે બે ઘાયલ થયાના અહેવાલ છે. આ આતંકી હુમલો ગગનગીરમાં ઝેડ-મોડ ટનલના કેમ્પ સાઈટ પાસે થયો હતો. આ વિસ્તારમાં ટનલ બનાવવાનું કામ કરી રહેલી ખાનગી કંપનીના કેમ્પમાં કામદારો પર ગોળીબાર થયો હતો. આતંકી હુમલા બાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. ઓમર અબ્દુલ્લાએ લખ્યું છે કે “અને 2-3 અન્ય ઘાયલ થયા છે. હું નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પરના આ હુમલાની સખત નિંદા કરું છું અને તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.”